HALOLPANCHMAHAL

હાલોલના મોટી ઉભરવણ ગામે પુત્રએ તેના પિતાને વાસના લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો,પોલીસે પુત્રની ધરપકડ કરી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૫.૨૦૨૬

હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે પુત્રએ તેના પિતાને વાસના લાકડાના ફટકા મારી ઢીમ ઢાળી દેતા નાનકડા ગામ માં ચકચાર મચી જવા પામી હતી.બનાવ સંદર્ભે હત્યારાની માતાએ પોલીસ મથકે પુત્રની વિરુદ્ધ ફરિયાદ આપતા બનાવ સંદર્ભે પોલીસે હત્યા નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.બનાવ ની વિગત એવી છે કે હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે રહેતા રમણભાઈ દલસીંગભાઇ રાઠવા પોતાના પરિવાર માં તેમની પત્ની બાકલીબેન તેનાજ તેમના ત્રણ પુત્ર કિરણ, વિજય,અને યુવરાજ અને તેમ્ની માતા મનશીબેન સાથે રહેતા હતા. દરમ્યાન 11મેં સોમવારના રોજ રાત્રે રમણભાઈ તેમની માતા મનશીબેન ને મારતા હતા જેથી જેથી તેમનો પુત્ર કિરણ ગુસ્સે થઇ બાને કેમ મારો ચો તેમ કહી મારવા લાગેલ અને પછી કિરન અને તેની બા એટલે રમણભાઈએ ની માતા ઘરે થી જતા રહ્યા હતા.તો પાછા આવ્યા ન હતા. બીજા દિવસે 12 મેં ના રોજ બપોરે રમણભાઈ ના પત્ની અને તેના બે પુત્રો વિજય અને યુવરાજ ને લઇ સનભાદર ફળિયામાં રહેતા તેમના પિતાના ઘરે ગયા હતા. અને ત્યાંજ રોકાઈ ગયા હતા. રાતે નવ વાગે કિરણ નો ફોન વિજય ઉપર આવ્યો હતો તે સમયે રમન ભાઈ નો અવાજ આવતો હતો કે કિરણ બેટા મને મારીશ નહિ જેથી આ લોકો તેમના ઘરે ગયા હતા ત્યારે રમણભાઈ ખાટલામાં પડેલા હતા અને તેમના બંને હાથમાં અને છાતીના ભાગ તેમજ બાવળા માં ઈજાઓ થયેલી હતી અને ખાટલા નીચે વાસ નો ડંડો લોહી વાળો પડ્યો હતો પરિવારજનો એ કિરણ ને પૂછતાં તેને જણાવ્યું હતું કે લાકડાના ડંડા થી માર્યું હોવાનું જણાવતા બનાવ સંદભૅ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ કરી ફરિયાદી બાકલીબેન ની ફરિયાદ ને આધારે તેમનાજ પુત્ર કિરણભાઈ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Back to top button
error: Content is protected !!