KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની શ્રી સરસ્વતી વિદ્યામંદિરનું SSCમાં 75% પરિણામ, કન્યાઓએ 100% સાથે મેળવી ઐતિહાસિક સિદ્ધિ.

તારીખ ૦૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ જાહેર થયેલ ધોરણ-10 SSC બોર્ડની પરીક્ષાના પરિણામમાં કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલનું 75% ઝળહળતું પરિણામ આવ્યું છે.ત્યારે શાળાની સૌથી મોટી વિશેષતા એ રહી કે શાળાની કન્યાઓનું પરિણામ 100% આવ્યું છે, જે સ્ત્રી શિક્ષણના પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યાં શાળાના વિદ્યાર્થી દિવાન રેહાનશાહે 69.33% ગુણ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે વાઘેલા જન્નતે 65.00% ગુણ સાથે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. આ ઝળહળતી સફળતા બદલ ટ્રસ્ટના હોદ્દેદારો અને આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે જ શાળાએ આ ગૌરવ મેળવ્યું છે.







