પંચમહાલને ગૌરવ અપાવતા બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ:રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ ક્રમ.

તારીખ ૧૦/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આણંદ લાયન્સ કલબ સોસાયટી ખાતે કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત 24મા સન્માન સમારોહમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બોરુ રીફાઈ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ગૌરવ અપાવ્યું છે. રંગપૂર્ણી ચિત્ર સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી અહમદ રજા અને વિદ્યાર્થિની હિમાલી એ સમગ્ર પંચમહાલ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.જ્યાં આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ ચિત્રકૃતિના વિદ્યાર્થીઓ, સંનિષ્ઠ ચિત્રશિક્ષકો, નિવૃત્ત ચિત્ર શિક્ષકો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર વિશવ રાવલ, પ્રખ્યાત કલાકાર કનુભાઈ પટેલ અને કલાકાર મયંક રાવલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાલોલ તાલુકાના બોરુ ગામની રીફાઈ પબ્લિક સ્કૂલના બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની કલા પ્રત્યેની લગન અને ચિત્ર શિક્ષકોના માર્ગદર્શનને કારણે આ સફળતા મળી છે.








