હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૧૦.૨૦૨૪
તા.17 સપ્ટેમ્બર થી તા. 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતાહિ સેવા અભિયાન સમગ્ર દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે આજે બુધવારે ગાંધી જયંતી નિમિત્તે હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના અવસર પર સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. અને આજે બુધવાર ના રોજ આ મિશનને 10 વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસજી મહારાજ, સંત શ્રી સાધુ સંત સ્વામી મહારાજ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળા પરિસર ખાતે તેમજ વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું અને જાહેર રસ્તામાં ગંદકી ન કરવા તેમજ ન કરવા દઈશ અને સ્વચ્છતા રાખીશ ના શપથ લેવડાવવામાં આવ્યા હતા.