કાલોલ પોલીસની કડક કાર્યવાહી: નિયમો નેવે મૂકી DJ વગાડતા ત્રણ સંચાલકોના ₹45 લાખના સાધનો સીઝ.

તારીખ ૧૪/૦૫/ ૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા ધ્વનિ પ્રદૂષણ રોકવા અને પબ્લિક એડ્રેસ સાઉન્ડ સિસ્ટમમાં ‘લિમિટર્સ’ના અમલીકરણ માટે રાજ્યવ્યાપી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી. ભરવાડ અને તેમની ટીમે રાત્રિ દરમિયાન સણસોલી, ઝેરના મુવાડા અને બોરું ટર્નિંગ જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન નિયત ડેસિબલ કરતાં વધુ અવાજમાં ડી.જે. વગાડી જાહેર જનતા અને અબાલ-વૃદ્ધોને ખલેલ પહોંચાડતા ૩ ડી.જે. સંચાલકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ઝેરના મુવાડા ખાતેથી સંચાલક/ઓપરેટર: ઘનશ્યામભાઈ ઉર્ફે ગનિયો રાવજીભાઈ પરમાર (સંચાલક) અને પ્રકાશકુમાર ઉર્ફે પકો અર્જુનભાઈ બારિઆ (ઓપરેટર).જપ્ત મુદ્દામાલ માં ‘ગણેશ સાઉન્ડ’ સાઉન્ડ સિસ્ટમ, આઇસર ટેમ્પો (GJ-23-AT-9084) અને ૨ મોબાઈલ મળી કુલ રૂ. ૨૫,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત જ્યારે બીજા કાલોલના બોરું ટર્નિંગ ખાતેથી સંચાલક/ઓપરેટર: મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (સંચાલક) અને મિતેશસિંહ બળદેવસિંહ ચાવડા (ઓપરેટર).જપ્ત મુદ્દામાલ માં ‘વિરાજ સાઉન્ડ’ ની સાઉન્ડ સિસ્ટમ અને આઇસર ટેમ્પો (GJ-08-T-8572) મળી કુલ રૂ. ૨૦,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત. અને ત્રીજા કાલોલ ટાઉન ખાતેથી સંચાલક/ઓપરેટર: દીપકકુમાર અર્જુનસિંહ રાઠોડ.સંબંધિત સાઉન્ડ: ‘રાજા એમ.એસ. મહાકાલી સાઉન્ડ’ પોલીસે આ તમામ કેસોમાં ‘નોઈસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦’, ‘એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ૧૯૮૬’ અને ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી આગળની તપાસ શરૂ કરી છે.કાલોલ પોલીસ દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે સામાજિક પ્રસંગો દરમિયાન નિયમોનું પાલન કરી શાંતિ જાળવવામાં સહકાર આપે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા નિયમોનો ભંગ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવશે, તો તેમની સામે હજુ પણ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.









