કાલોલ તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટીની 101 મી વાર્ષિક સાધારણ સભા મળી.

તારીખ ૨૭/૦૬/૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલ ટીચર્સ ક્રેડિટ સોસાયટીના હોલમાં કાલોલ તાલુકા ટીચર સોસાયટીની 101 મી વાર્ષિક સાધારણ સભા મળી હતી ચેરમેન યુવરાજસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને આ વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ વાઇસ ચેરમેન જયદીપસિંહ વાઘેલા અને 581 ટીચર્સ સભાસદ ઉપસ્થિત રહ્યા હતા આ ટીચર સોસાયટીએ ચાલુ સાલે 35 લાખ ઉપરાંત નો નફો કરી હરણફાળ પ્રગતિ કરી છે. સ્થાપનાથી આજ સુધી વધુમાં વધુ નફો મેળવનાર ક્રેડિટ સોસાયટી બની છે આ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ અને વય નિવૃત્તિના 11 શિક્ષકો નું શાલ ઓઢાડી બુકે અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું બોરુ પ્રાથમિક શાળામાંથી નિવૃત થયેલ પુષ્પાબેન સોલંકીને પૂર્વ સેક્રેટરી દિલીપસિંહ અને પૂર્વ ટીચર સોસાયટી સભ્ય જશવંતસિંહ દ્વારા શાલ બુકે અને ગીફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ટીચર સોસાયટીના બાળકો જે 10 અને 12 માં સારા માર્ક સાથે પાસ થયા કે તેમનું પણ આ સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આમ 101 મી વાર્ષિક સાધારણ સભા સ્વરુચિ ભોજન સાથે પૂર્ણ થઈ હતી.







