કાલોલ શહેર સ્થિત જલારામ મંદિર ખાતે 225મી જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

તારીખ ૦૮/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલ જલારામ મંદિર ખાતે વાલ્મિકી વાસમાં જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં જલારામબાપાની ૨૨૫ મી જન્મ જયંતી હોય લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો જલારામ ભક્તોએ આજે નદી કિનારે આવેલા જલારામ મંદિર વાલ્મિકી ફળિયામાં ૨૨૫ મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન જલારામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા જલારામ ભક્તોમાં નિમેષભાઈ સોલંકી,મનહરભાઈ માસ્તર,નટુભાઈ સોલંકી અને મીડિયા કન્વીનર રમેશભાઈ કોન્ટ્રાક્ટર સહિત અગ્રણીઓએ પણ જલારામ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જયંતીમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ બાપાની જન્મ જયંતી ભવ્ય ઉજવી હતી.







