HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં ઉત્સાહભેર નીકળી ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી ભવ્ય રથયાત્રા, ભક્તિમય માહોલ સર્જાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૭.૨૦૨૬

હાલોલ નગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની ની ૪૦,મી રથયાત્રા હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ, હિન્દૂ સંગઠનો, વિશાળ સંખ્યામાં નગરજનો તેમજ વહીવટી તંત્ર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના રાજમાર્ગો પર નીકળી હતી.અષાઢી બીજ ના રોજ નગરના રાજમાર્ગો ખાતે ભવ્ય રથયાત્રા નીકળી હતી.જેમાં શણગારેલા રથ માં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, ભ્રાતા બલભદ્ર અને ભાગીની શુભદ્રજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યા કરવા નીકળ્યા હતા.અષાઢ સુદ બીજ ના શુભ દિને હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા  પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભગવાન શ્રીજગન્નાથજીની ૪૦,મી રથયાત્રા હાલોલ નગર ખાતે બપોરે ૪.૩૦ કલાકે ભક્તિ સભર વાતાવરણમાં ભગવાન શ્રી જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રાજી ની શાસ્ત્રોક વિધિવત સંતો – મહંતો ના આશીર્વાદ અને તેમની ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના પ્રાર્થના આરતી કરી આવો ખેંચો ભગવાનનો રથ, ઉજ્જવળ બનાવો જીવન પથના સંકલ્પ સાથે જય રણછોડ માખણ ચોર ના નારા સાથે સંતો-મહંતો તથા ભક્તોની ઉપસ્થિતિમાં હાલોલ નગરના મંદિર ફળિયા ખાતેથી રથયાત્રાનું પ્રસથાન કરવામાં આવ્યું હતું.રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી મેન બજાર, ચોકસી બજાર, ટાઉન હોલ, થઈ બોમ્બે હાઉસ તળાવ રોડ, બસ સ્ટેન્ડ થઈ કંજરી રોડ ચાર રસ્તા, બગીચા તરફ થઈ મંદિર ફળિયા ખાતે પરત હતી.આ શુભ પ્રસંગે રથયાત્રામાં કણજરી રામજી મંદિરના સંત શ્રી રામશરણદાસજી મહારાજ,સ્વામીનારાયણ નિષ્ઠા વિધા મંદિરના સંત શ્રી કેશવ સ્વરૂપદાસ મહારાજ, સંત શ્રી સંત પ્રસાદ મહારાજ તેમજ નગરના આગેવાનો તેમજ નગરની જુદી-જુદી સામાજિક સંસ્થા અને સંગઠનના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ ઉપરાંત આદીવાસી નૃત્ય, વીવીધ વેશભૂષા સાથે નૃત્ય ટીમ પણ જોવા મળી હતી.જ્યારે રથયાત્રામાં પ્રસાદ તરીકે ૩૦૦, કીલો ઉપરાંત મગ,જાંબુ નો પ્રસાદ બનાવી ભક્તો ને વીતરણ કરવામાં આવ્યો હતો.આ શુભ પ્રસંગે લઈ રથયાત્રા  શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ પ્રકારનો કોઈ અનિછીય બનાવ ન બને તે માટે રથયાત્રા ના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જ્યારે હાલોલ નગરની ભવ્ય રથયાત્રામાં ઉજ્જૈનથી ભસ્મ આરતીની ડમરૂ ટીમ પખાવજ ઢોલ સાથે ધૂમ મચાવી હતી રથયાત્રામાં ભસ્મ રમૈયા ભકત મંડળ ની ડમરું ટીમે આકર્ષણ જમાંવ્યું હતું.સાથે સાથે આવળ રાસ મંડળ, પોરબંદર ની ટીમે પણ તેઓના નૃત્યથી આકર્ષણ જમાવ્યું હતું. નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી.

 

 

 

Back to top button
error: Content is protected !!