KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના બોરુ ટર્નિગ પર નવા બનાવેલ ડીવાઈડર નુ સાંસદ ના હસ્તે લોકાર્પણ,વારંવાર થતા અકસ્માતો નિવારવા ઉપયોગી બનશે આ કટ.

 

તારીખ ૨૬/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના બોરું ટર્નિંગ પાસે વારંવાર અકસ્માત સર્જાય છે,આવા અકસ્માતો વારંવાર ન સર્જાય અને નાગરિકોની સલામતી જળવાય તે અભિગમ સાથે બોરું ટર્નિંગ પાસે રોડ ક્રોસિંગ અથવા સર્કલ કરવા તેમજ રોડ પરના દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટરને પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત કરી હતી જેના ભાગરૂપે જીલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ ની મદદથી નક્કી કરેલા સમય મર્યાદા મા નવો કટ (ડીવાઈડર) બનાવી આપવામાં આવ્યો છે જેનુ રીબીન કાપી શ્રીફળ વધેરી પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવે લોકાર્પણ કર્યું હતુ વારંવાર લોકો અકસ્માત મા પોતાનો જીવ ગુમાવતા હતા જે બાબતે નકકર રજુઆત કરી સાંસદ રાજપાલસિંહ જાદવ ના પ્રયત્નો ને કારણે ટોલ કંપની તેમજ માર્ગ મકાન વિભાગ તેમજ જીલ્લા વહીવટી તંત્ર ના સુમેળભર્યા સહકાર થી નવો કટ બનાવી દેવાયો છે જેના કારણે વાહનચાલકો રોંગ સાઈડમાં આવતા અટકશે કાર્યક્રમમાં ટોલ કંપની ના મેનેજર આશિષ દુબે તથા કાલોલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ,માજી તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ,શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર તથા સંગઠનના હોદ્દેદારો ડો સુનિલ પરમાર, વિનોદ અમીન, અચલ જોશી, મોન્ટુ ગોસાઈ, અલ્કેશગીર ગોસાઈ,હરિકૃષ્ણ પટેલ, લાલાભાઈ બારોટ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ આ ડીવાઈડર થી અકસ્માત થતા અટકશે અને નિર્દોષ લોકોના જીવ બચશે તેમ જણાવી સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!