KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે થેલેસેમિયા દિવસ નિમિત્તે રેડ ક્રોસ ના નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં દર્દીઓની ભારે ભીડ જામી..

 

તારીખ ૦૮/૦૫/૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે 8 મી મે ના રોજ થેલેસેમિયા વિશ્વ દિવસ નિમિત્તે રેડ ક્રોસ દ્વારા ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ એ લાભ લીધો 8 મી મે એટલે વિશ્વ દિવસ થેલેસેમિયા તરીકે ઉજવણી કરવામાં આવે છે તયારે કાલોલ રેડ ક્રોસ દ્વારા થેલેસેમિયા વિશ્વ દિવસ અંતર્ગત કાલોલ રેડ ક્રોસ સોસાયટી દ્વારા ફ્રી હેલ્થ ચેક અપ અને જન જાગૃતિ અભિયાન શરૂ કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી નર અભિયાન ની શરૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા જેમાં ચેરમેન સતીષભાઈ શાહ, વાઇસ ચેરમેન ડૉ યોગેશ પંડ્યા, સેક્રેટરી ડૉ પ્રકાશ ઠક્કર, ડૉ સ્નેહા પરીખ, ડૉ મનસૂરી,એન એમ જી ટ્રસ્ટ ના પ્રમુખ પ્રકાશભાઈ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, ભરતભાઈ વરિયા, રોહિત પારેખ, પત્રકાર યોગેશ કાછિયા, અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં અભિયાન ની શરૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ એ લાભ લીધો હતો બપોર સુધી માં કુલ 65 દર્દી ને ફ્રી ચેક અપ કરવામાં આવ્યું હતું અને બી પી, ડાયાબિટીસ અંગે જાણકારી આપી.હતી અને સાથે થેલેસેમિયા વિશે ચર્ચા કરી હતી દર્દી ઓ ને લોહી ના બોટલ ની ખાસ જરૂર પડતી હોય જેના કારણે તમામ ને તે માટે રક્તદાન કરવા અપીલ કરી હતી રક્તદાન મહાદન વિસે લોકો માં જાગૃતિ લાવવા તે અંગેની માહિતી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!