કાલોલ મુસ્લીમ ઘાંચી પંચ દ્વારા આયોજીત મદ્રસા હક્કાનીય્યા ના વાર્ષિક ઈનામી જલ્સા ની ભવ્ય ઉજવણી કરાઇ
તારીખ ૨૫/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર આવેલી રબ્બાની મસ્જીદ સંચાલિત મદ્રસા એ હક્કાનીય્યા દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલોલ કચેરી રોડ સડક ફળિયા ખાતે વાર્ષિક જશ્ને દસ્તારે હિફજ પદવી સમારોહ સાથે મદ્રસાના બાળકો માટે વાર્ષિક ઈનામી જલસા નું ભવ્યતાથી ભવ્ય આયોજન કાલોલ મુસ્લીમ ઘાંચી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ થી વધુ બાળકો આ જલસામાં ભાગ લીધો હતોં અને ખુબ સુંદર ધાર્મિક પઠન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યાં સ્ટેટ ઉપર ઉપસ્થિત ખલીફા એ હઝરત મૌલાના કમરૂઝઝમા ઇલાહબાદી મુફ્તી હઝરત મૌલાના મુફ્તી શફીક સાહેબ બરોડવી ના હસ્તે ત્રણ હાફીઝોઓને સનદ આપવામાં આવી હતી અને જલસામાં ભાગ લઇ ધાર્મિક પઠન કરનાર બાળકોને પ્રોત્સાહિત રોક્કડ ઇનામો અને દુવા થી નવાઝવામાં આવ્યાં હતાં આ પ્રસંગે જલસામાં ઉપસ્થિત ઉલમાએ કીરામ, મસ્જીદો ના ઈમામ સહિત ગામના મહાનુભાવોનું સાથે મોટીસંખ્યામાં સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો અને બાળકોના પરિવારજનો હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણનાં નવનિયુક્ત ચુંટાયેલા પ્રતિનિધિ પ્રતીક ઉર્ફે મીન્ટુ ઉપાધ્યાય સ્ટેટ ઉપર ઉલમાએ કીરામ વચ્ચે ઉપસ્થિત રહી જલસામાં ધાર્મિક પઠન કરનાર નાના-નાના ભૂલકાંઓને ૨૧૦૦ નો રોક્કડ ઇનામ આપી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.