KALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશભાઇ દુધાતની અધ્યક્ષતામાં કાલોલ પોલીસ સ્ટેશનમાં યોજાયેલા લોકદરબારમાં સાંભળી જનસમસ્યા.

તારીખ ૨૭/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી તહેવારો શાંતિપૂર્ણ રીતે યોજાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.

Back to top button
error: Content is protected !!