KALOL(Panchamahal)PANCHMAHAL

ખરસાલીયા રેલવે સ્ટેશન પાસે ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક: પ્રણામી નર્સરી ફાર્મમાં ચોરીનો બનાવ CCTVમાં કેદ.

 

તારીખ ૨૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખરસાલીયા રેલવે સ્ટેશન બ્રિજ પાસે આવેલ પ્રણામી નર્સરી ધરૂ ફાર્મ ઉપર નર્સરી માં તેમજ નર્સરી ની સાચવણી કરવા માટે ચાર ઈસમો રહેતા હતા તેઓના મકાન માં તારીખ 25/6/2026 ના રોજ રાત્રી ના 2 વાગ્યાના અરસામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ તાટકી હતી. અને ચાંદી ની પાંચ રકમ અને 1400 રૂપિયા રોકડા તેમજ નર્સરી ના ડ્રોવર ગલ્લા માં થેલા માં વકરાના ધંધાના મુકેલ વીસ હજાર રોકડ રકમ ની અજાણ્યા ચડ્ડી બનીયાન ધારી ગેંગ તાટકી ને ચોરી ને અંજામ આપ્યો હતો અને ચાંદી ની રકમ સહિત રોકડ ની ચોરી કરી ફરાર થયા હતા ચડ્ડી ઘારી ગેંગ ના પાંચ ચોરો રાત્રીના સમયે ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવી કેમેરા માં કેદ થયા હતા અને ચડ્ડી બનીયાન ઘારી ગેંગ ચાંદીના ઘરેણાં રોકડ રકમ સહિત ની ચોરી કરતા અને સીસીટીવી કેમેરા માં કેદ થતા વેજલપુર સહિત આજુબાજુ ના ગામોમાં ચડ્ડી બનીયાન ગેંગ થી લોકોમાં ફફડાટ ફેલાયો છે પ્રણામી નર્સરી ધરૂ ફાર્મ ના માલીક દ્વારા વેજલપુર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરતા વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button
error: Content is protected !!