ફરિયાદી કાયદેસરનું લેણું પુરવાર કરી ન શકતા 7 લાખના ચેક રીટર્ન કેસમાં હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.

તારીખ ૧૪/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ખાતે પોતાના ભાઈ પ્રકાશકુમાર સાથે શ્રીજી હેર સલૂન ચલાવતા અમીત ધીરજભાઈ આદ્રોજા શાક માર્કેટ પાસે રહેતા હિતેશકુમાર મહેન્દ્રભાઈ સામે ગાઢ સંબંધો અને મિત્રતા ના નાતે રૂ ૭ લાખ તા ૦૧/૧૧/૨૩ ના રોજ સચીન કાંતિલાલ પટેલ ની હાજરીમાં ઉછીના આપ્યા હોવાનું જણાવી આ રકમ પેટે આરોપીએ આપેલ તા ૦૭/૧૨/૨૩ ના રોજ નો ચેક અપુરતા ભંડોળને કારણે રીટર્ન થતા હાલોલ કોર્ટ મા ફરિયાદ દાખલ કરી હતી જે કેસ ચાલી જતા આરોપી તરફે એડવોકેટ ની દલીલો તેમજ ફરિયાદી તેમજ તેના ભાઈ ઓછા વ્યાજે નાણા મેળવીને વધુ વ્યાજે ધીરધાર કરતા હોય તેમને ત્યા આરોપી ધીરેલા નાણા ની ઉઘરાણી કરવા માટે નોકરી ઉપર રહેલ ત્યારે પોતાની પાસે થી ફરિયાદીએ સિક્યુરિટી પેટે બે ચેક લીધા હોવાનું અને આ ચેકનો ઉપયોગ કરી ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવ્યુ હતુ. ફરિયાદીએ ઊલટ તપાસમાં સ્વીકારેલ કે પોતે પોતાના ભાઈ સાથે હેર સલૂન ચલાવે છે અને વાર્ષિક પોણા પાંચ લાખ ની આવક કરે છે. ઇન્કમટેક્સ ભરે છે તેમજ યુ પી આઈ પણ વાપરે છે. તેમ છતાં ઇન્કમટેક્સ રિટર્ન મા આ રકમ બતાવી નથી પોતે આરોપીને અગાઉ ક્યારે કેટલી રકમ કયા ધંધા માટે આપી તે જણાવતા નથી. પોતે કઈ બેંકમાંથી નાણા ઉપાડી આરોપીને રકમ આપી તે પણ ફરિયાદી જણાવતા નથી. જેની રૂબરૂ આરોપીને નાણા આપ્યા હોવાનુ જણાવ્યું છે તે સચીન કાંતિલાલ પટેલ ને તપાસેલ નથી વધુમાં ફરિયાદીના ભાઈ પ્રકાશકુમાર ધીરજભાઈ આદ્રોજા એ આરોપી સામે રૂ ૬.૫૦ લાખ ની રકમ માટે ચેક રીટર્ન ની ફરિયાદ આજ કારણસર કરી હોવાની વિગત રેકર્ડ પર આવી છે. આમ એક જ હેર સલૂન ચલાવી વાર્ષિક પોણા પાંચ લાખ રૂપિયાની કમાણી કરતા વ્યક્તિ એક સામટા એક જ સમયગાળા દરમિયાન આરોપીને ૧૩.૫૦ લાખની રકમ હાથ ઉછીની આપે તેવી હકીકત રેકર્ડ પર આવી જતા ફરિયાદી નુ લ્હેણુ કાયદેસરનું વસુલ કરી શકાય તેવુ લ્હેણુ ન હોય આરોપી નિર્દોષ છૂટવા હક્કદાર હોઈ હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશીએ આરોપી હિતેશકુમાર મહેન્દ્રભાઈ ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.







