હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા ગામે વીજ કરંટ લાગવાથી બે યુવકોના કરુણ મોત નીપજયા, વિસ્તારમા અરેરાટી ફેલાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૫.૨૦૨૬
હાલોલ તાલુકાના કણજરી ગામના પેટા ફળિયા પાટીયાના મુવાડા ગામે ભાડા ના મકાનમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા બે યુવાનો પૈકી એક ને પહેલા વીજ કરંટ લાગતા તેને સારવાર માટે ખસેડ્યો ત્યારબાદ બીજો યુવક આ કેવી રીતે થયું તે જોવા જતા તેને પણ વીજ કરંટ લાગતા તેને પણ સારવાર અર્થે ખસેડતા બંને યુવાનોનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.બનાવ સંદર્ભે હાલોલ ટાઉન પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામ ના અને હાલ હાલોલ તાલુકાના કણજરી ગામના પેટા ફળિયા પાટીયાના મુવાડા ગામે ભાડા ના મકાનમાં રહેતા વિજય રણછોડભાઈ બારીયા ઉ.વ.૨૭ નો હાલોલના ઔધોગિક વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.આજે સવારે નવ વાગ્યા ના સમયગાળા દરમયાન જે રૂમમાં રહે છે તે રૂમ ની બહાર નીકળતા પતરાની છત સાથે જોડાયેલ સળિયા માં અચાનક વીજ કરંટ ઉતરતા વિજયભાઈ ને વીજ કરંટ લાગતા બે ભાન અવસ્થામાં પડ્યો હતો. જેને લઇ આજુ બાજુમાં રહેતા લોકો માં બૂમાં બૂમ થતા લોકો ભેગા થઇ ગયા હતા.અને તેને તાત્કાલિક હાલોલ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. તે દરમ્યાન વિજય બારીયા ની બાજુમાં રહેતા અને તેમના ગામ ની નજીક મુવાડા ગામ ના રાકેશભાઈ રમણભાઈ રાઠવા ઉ.વ. 32 નો રૂમ ની બહાર નીકળી વિજય ને શું થયું હશે તેમ વિચારી જે તે જગ્યા ઉપર જતા રાકેશભાઈ રાઠવા પણ લોખંડ ના સળિયા સાથે સંપર્કમાં આવતા તેને પણ વીજ કરંટ લગતા અફડાતફડી મચી ગઈ હતી તેને પણ સારવાર અર્થે હાલોલ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે વિજયભાઈ બારીયા અને રાકેશભાઈ રાઠવા બંને ને પૂરતી સારવાર મળે તે પહેલા જ બંને ના મોત નિપજ્યા હતા.બનાવની જાણ આ બન્ને યુવાન જે કંપનીમાં નોકરી કરતાં હતા તે કંપનીના સાથી કર્મચારી અને સાગા સંબંધી ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બનાવ ની જાણ હાલોલ ટાઉન પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોત નો ગુનો નોંધી બંને મૃતક ના પીએમ કરાવી તેમના પરીવારજાણો ને સોંપ્યા હતા.જાણવા મળ્યા મુજબ વિજય બારીઆ અવિવાહિત હતો જ્યારે રાકેશ રાઠવા પરિણીત અને ત્રણ સંતાનોનો પિતા હતો.











