DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલના કારણે બેંકો પર લટક્યા તાળા, સામાન્ય માણસને પડી રહી છે હાલાકી

તા.૨૭.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં બેન્ક કર્મચારીઓની હડતાલના કારણે બેંકો પર લટક્યા તાળા, સામાન્ય માણસને પડી રહી છે હાલાકી

આજે દેશભરના બેન્ક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અલગ અલગ જિલ્લાઓમાં લાખો કર્મચારીઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી શકે છે.​બેન્ક યુનિયનો દ્વારા આપવામાં આવેલા આ હડતાલના એલાન પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:લાંબા સમયથી લંબિત પડેલી પગાર વધારાની માંગણીઓ અને પેન્શન અપડેશનના મુદ્દે કર્મચારીઓમાં રોષ છે.બેન્કોમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાની માંગ પણ આ હડતાલનું એક મુખ્ય કારણ છે.​સાથેજ વધતા જતા કામના ભારણ સામે પૂરતી સવલતો ન મળતી હોવાની પણ રજુઆત છે.આ હડતાલને કારણે ચેક ક્લિયરન્સ, રોકડ ઉપાડ, અને નવી લોન જેવી પ્રક્રિયાઓ અટકી પડી છે. જોકે, રાહતની વાત એ છે કે ઓનલાઇન નેટ બેન્કિંગ અને ATM સેવાઓ કાર્યરત રહેવાની શક્યતા છે. પરંતુ બ્રાન્ચ લેવલના તમામ કામકાજ આજે ઠપ્પ જોવા મળી રહ્યા છે.હવે જોવાનું એ રહેશે કે સરકાર અને બેન્ક મેનેજમેન્ટ આ આંદોલનકારીઓની માંગણીઓ સંતોષે છે કે પછી આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનશે. તયારે દાહોદ જિલ્લાની પણ તમામ બેંકોના કર્મચારીઓ હડતાલ પર છે આ હડતાળમાં સમગ્ર દેશના અંદાજે 8 લાખ બેંક કર્મચારીઓ જોડાયા છે, જેમાં ગુજરાતના 80 હજારથી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક જેવી અગ્રણી સરકારી બેંકોની સાથે ખાનગી અને સહકારી બેંકોના કર્મચારીઓએ પણ કામકાજથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે.ત્યારે બેન્ક કર્મચારીઓની હડતાલના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!