કાલોલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રણામી મંદિર ખાતે વાલ્મિકી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ.
તારીખ ૦૯/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોરવાડ ફળિયા પ્રણામી મંદિર ખાતે વાલ્મિકી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વહિન્દુ પરિષદના જયમેશભાઈ પટેલ પ્રમુખ વિશાલભાઈ પંચાલ, કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા,કિરણભાઈ કોન્ટ્રાક્ટર,મુકેશભાઈ જાદવ, નગરસેવક કૃષ્ણકાંત સ્વયંસેવક અચલભાઈ જોશી,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ સહિત અન્ય હિન્દુ વાલ્મિકી ભક્તોની ઉપસ્થિત વચ્ચે જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જ્યાં વાલ્મિકી ભગવાનનું પૂજન કરી તેમની આરતી ઉતારી મીઠાઈ વહેંચી હતી મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય વાતાવરણ વચ્ચે દર વર્ષે આ વાલ્મિકી જયંતિ ની ઉજવણી કાલોલ નગરના ધર્મ પ્રેમીઓ દ્વારા આ પ્રણામી મંદિરમાં કરવામાં આવે છે પ્રણામી મંદિરના ટ્રસ્ટી અને vhp ના વિનોદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આ જન્મ જયંતી નિમિત્તે ખૂબ જ સાથ સહકારથી પાર પાડવામાં આવે છે જેના કારણે વાલ્મીકિ ભગવાનની જન્મ જયંતી ની ઉજવણી ભવ્ય રીતે કાલોલમાં થાય છે.