KALOL(Panchamahal)PANCHMAHALSHUBHECHCHHA

વેજલપુર,મઘવાસ ચોકડી અને ઈનોક્ષ કંપની પાસેથી પોલીસે ચાઈનીઝ દોરી,ટુક્કલ ઝડપી ત્રણ ઈસમો સામે કાર્યવાહી કરી

તારીખ ૧૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે ડી તરાલ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મધવાસ ચોકડી નજીક રહેતો ધર્મેશભાઈ દિનેશભાઇ તળપદા મુળ રે. ઠાસરા તેની પતંગ ની દુકાન માં ચાઇનીઝ દોરી ની રીલ સંતાડી રાખીને વેપાર કરે છે જે બાતમી આધારે પોલીસે રેડ કરતા વિમલ નાં થેલામાં ચાઈનીઝ દોરી નાં “મોનોસ્કાય નીનજા”બ્રાન્ડ નાં ફિરકા નંગ ૧૯ મળી આવેલ કુલ મુદામાલ રૂ ૫,૭૦૦/ નો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય એક બનાવમાં જીલ્લાની એલસીબી પોલીસ ટીમ કાલોલ બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઈનોક્ષ કંપની સામે ભાડાના મકાનમાં રહેતા જયેશકુમાર નરેન્દ્રભાઇ પરમાર મૂળ રે. કોઠંબા પોતાના ભાડાના મકાનમાં ચાઈનીઝ દોરી રાખી વેપાર કરે છે તે આધારે પોલીસે રેડ કરતા મોનો ગોલ્ડ અને મોનો સ્કાય બ્રાન્ડ ની અલગ અલગ બનાવટની ચાઇનીઝ દોરી કુલ ૩૩ રીલ પકડી પાડી હતી જેની કુલ કિંમત રૂ ૧૩,૯૫૦/ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય એક બનાવમાં વેજલપુર પોલીસ દ્વારા વેજલપુરના બહાર ફળીયાના રમેશભાઈ શાંતિલાલ પ્રજાપતી ની દુકાને બાતમી આધારે પોલીસે રેડ કરતા ચાઈનીઝ દોરી ની ૭ રિલ તથા ૭૦ ચાઈનીઝ ટુક્કલ એક મોબાઈલ મળી કુલ રૂ ૩,૩૦૦/ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!