KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પોલીસ ટીમની પ્રશંસનીય કામગીર સામે આવી,ગુમ થયેલ બાળકને શોધી કાઢી તેના પરીવાર સાથે મિલન કરાવ્યું.

 

તારીખ ૨૫/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

તારીખ ૨૩/૦૬/૨૦૨૫ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બસ સ્ટેશનમાં એક સગીર વયનુ અસ્થિર મગજનું આશરે ઉ.વ ૧૧ નું બાળક મળી આવેલ હોવાની જાણ થતા જે આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એન.મોઢવાડીયા એ જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ જે આધારે તેઓએ ખાતરી તપાસ કરતા જાણવા મળેલ કે સગીર વયનુ બાળક ગુજરાતી ભાષામાં વાતચીત કરતુ હોય જે આધારે પૂછ પરછ કરતા સગીર બાળકે જણાવેલ કે મારું નામ ગોપાલ છે અને હું મારા પિતા સાથે સોનગઢમાં રહું છું તેવું જણાવતો હોય જેથી સદર સગીર બાળકના વાલી વારસ શોધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પરીવારનો સંપર્ક કરી ગુમ થયેલ સગીર વયના બાળકના દાદા શનાભાઈ છગનભાઈ નટ રહે-અણદાપુર ગામ તાલુકા મોડાસા જીલ્લા અરવલ્લી ને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પૂછતાં જણાવેલ કે ગઈ તા-૨૩/૦૬/૨૦૨૫ નાં રોજ તેના પિતા સોનગઢ જીલ્લા તાપી ખાતે રહેતા હોય જેથી તેઓની પાસે જવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનું જણાવેલ જેથી સગીર બાળકનો કબજો સહી સલામત હાલતમાં સોપી આમ ગુમ થયેલ સગીર વયના બાળકને તેના પરીવાર સાથે મિલન કરાવી વેજલપુર પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ઉમદુ ઉદારહણ પુરૂ પાડી પ્રસંશનીય કામગીરી કરવામા આવેલ છે.

 

Back to top button
error: Content is protected !!