કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો

તારીખ ૨૨/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા ઘરની ચકલી અને પછી શહેરી વાતાવરણમાં રહેતાં અન્ય સામાન્ય પક્ષીઓ અને તેમની વસ્તીના જોખમો પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજ સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા.શહેરીકરણના કારણે શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન,જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઈલ અને ટીવી રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલી અને અન્ય પક્ષીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે.પર્યાવરણ બચાવવા, પક્ષીઓનાં સંરક્ષણ માટે તેમને ખાવા ચણ-અનાજના દાણા તેમજ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી ,પક્ષીઘર ,માળા બનાવવા પક્ષીપ્રેમ, માનવતા સાથે સમાજમાં જીવદયાની ભાવના કેળવાય ,જનજાગૃતિ લાવવાના ઉદ્દેશથી બાકરોલ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.





