KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના એક ગામની સગીરાને લગ્ન કરવાના ઈરાદે ભગાડી જનાર સામે અપહરણ ની ફરીયાદ
તારીખ ૧૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક નાનકડા ગામની ૧૭ વર્ષ ૩ માસ ની ઉમર ધરાવતી સગીરા ને ગત તા ૦૭/૦૬ ના રોજ તેના ઘરે થી લલચાવી પટાવી કાયદેસરના વાલી પણા માથી આરોપી રીસિવકુમાર ગોપાલભાઈ રાઠોડ નામનો ઈસમ ભગાડી જતા સગીરા ના પિતાએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ નો ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી ઈનચાર્જ સર્કલ પીઆઈ કે. એ. ચૌધરી હાલોલ દ્વારા શરૂ કરાઈ છે.