અંકલેશ્વર ના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન માં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ.
સમીર પટેલ, ભરૂચ
એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા : 45 મિનિટ ટ્રેન થોભાવી : ફાયર ટીમ અને રેલ્વે સેફટી વિભાગ દોડી આવ્યો
અંકલેશ્વર ના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન માં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ ફેલાયો હતો. એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા હતા. 45 મિનિટ ટ્રેન થોભાવી દીધી હતી. ફાયર ટીમ અને રેલ્વે સેફટી વિભાગ દોડી આવ્યો હતો.
અંકલેશ્વર -ભરૂચ ને જોડતા રેલ્વે ના ઐતિહાસિક સિલ્વર બ્રિજ ના અંકલેશ્વર તરફ ના છેડા પાસે થી પર આજરોજ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઇ રહી હતા તે દરમિયાન ટ્રેન એન્જીન ની બીજા એ.સી.કોચ ના ડબ્બા માં શોર્ટ સર્કિટ થતા ધુમાડા ના ગોટેગોટા નીકળ્યા હતા જેને લઇ મુસાફરો ના જીવ તાળવે ચોંટ્યા હતા અને ત્વરિત અસર થી ચેઇન પુંલીગ કરી ટ્રેન રોકવી દીધી હતી. અને ટ્રેન માંથી મુસાફરો નીચે ઉતારી આવ્યા હતા અને આ અંગે ટ્રેન ના ગાર્ડ અને ડ્રાઈવર ને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલ્વે સ્ટેશન પર જાણ કરતા બને સ્ટેશન થી ફાયર એન્ડ સેફટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયર ટીમ ને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી. 45 મિનિટ કરતા વધુ સમય સુધી ટ્રેન સ્થળ પર થોભાવી દેવામાં આવી હતી સ્થિતિ કાબુ આવતા અને આગ સંપૂર્ણ બુઝાઈ જતા અંતે રેલ્વે વિભાગ ની સેફટી ટિમ ની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેન ને ભરૂચ સ્ટેશન પર લઇ જવા માં આવી હતી. ઘટના માં કોઈ જાનહાની સર્જાઈ ના હતી. જો કે મુસાફરો ના જીવ અધ્ધર થઇ ગયા હતા. સદ્દનસીબે ટ્રેન બ્રિજ માં પ્રવેશી ના હતી અને અંક્લેશ્વર તરફ હતી જો બ્રિજ માં ટ્રેન હોત તો મુસાફરો ને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોટ તેમજ માનવ હતાહત થવાની શક્યતા ને નકારી શકાય એમ ના હતું.