PATANSIDHPUR

સિદ્ધપુરમાં મેળાનો આરંભ,આગામી ત્રણ-ચાર દિવસ ભારે ભીડ જામશે 

CCTV કેમેરાથી પોલીસની બાજ નજર,એસટી વિભાગ દ્વારા 40 બસો ફાળવાઈ

સિદ્ધપુરમાં મેળાનો આરંભ,આગામી ત્રણ-ચાર દિવસ ભારે ભીડ જામશે

 

CCTV કેમેરાથી પોલીસની બાજ નજર,એસટી વિભાગ દ્વારા 40 બસો ફાળવાઈ

 

 

દેવોના મોસાળ ગણાતા શ્રી સ્થળ સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાના મેળાની શરૂઆત ચાર દિવસથી થઈ ગઈ છે ત્યારે પરંપરાગત રીતે નગરપાલિકા અને તંત્ર દ્વારા   મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મૂકાયો હતો. મેળામાં ગુરુવાર રાત્રિથી યાત્રિકોનો ધસારો શરૂ થઇ જતો હોવાથી આગામી 3- 4 દિવસ ભારે ભીડ જામશે. નદીના પટમાં મેળાની જમાવટ થઈ ગઈ છે અને લોકો રાઇડ્સોનો લાભ પણ ઉઠાવી રહ્યા છે ત્યારે પંડિતો અને બ્રાહ્મણો દ્વારા પવિત્ર નદી તટમાં દિવંગત આત્માઓના સ્વજનોના મોક્ષ માટેની તર્પણ વિધિ ચાલતી હોઇ દિવસ રાત્રિ નદી તટ પવિત્ર વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગુંજી રહ્યો છે. સિદ્ધપુર ખાતેના પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના લોક મેળાનું રાજ્યના મંત્રી અને સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપુતના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં તેમણે યાત્રિકોને કોઈજ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

 

આ વર્ષે મેળામાં મનોરંજન માટે 5 હોડીયા, 3 ડોગલા, 3 બ્રેક ડાન્સ, 3 ત્રાંસી, 2 મોતના કુવા, 2 ઝીબ્રા, 2 સળીયા, 2 વિમાન સહીત કુલ 15થી 20 મોટી રાઈડો ઊભી કરાઈ છે. આ ઉપરાંત બાળકો માટે પણ રેલ ગાડી, નાના હોડીયા, જીપ સહીતની ચગડોળો ગોઠવી છે.

 

 

મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મીનભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ ગિરીબેન ઠાકોર, વિધાનસભા વિસ્તારક જયદેવસિંહ, રાણે લોકસભા વિસ્તારક ભગીરથસિંહ, મ્યુ. સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, સંગઠનના પદાધિકારીઓ,નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

વાત્સલ્યમ સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Back to top button
error: Content is protected !!