પાટડી સરકારી હોસ્પિટલ હવે આગામી દિવસોમાં રૂ. 25 કરોડના ખર્ચે 100 બેડની સુવિધાયુક્ત હોસ્પિટલ બનશે.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી ખારાઘોડા રોડ પર આવેલી સરકારી હોસ્પિટલ 92 ગામો વચ્ચેની એકમાત્ર હોસ્પિટલ છે ત્યારે પાટડી સરકારી હોસ્પિટલ રૂ. 25 કરોડના ખર્ચે પેટા જિલ્લા હોસ્પિટલમા અપગ્રેડ થશે જેમાં માત્ર 30 બેડની સુવિધા ધરાવતી પાટડી સરકારી હોસ્પિટલ હવે આગામી દિવસોમાં રૂ. 25 કરોડના ખર્ચે 100 બેડની સુવિધાયુક્ત હોસ્પિટલ બનશે પાટડી ખારાઘોડા રોડ પર વર્ષો અગાઉ 60 બેડની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ શરૂ કરાઈ હતી ત્યારે એક બાજુ આરોગ્ય વિભાગ દ્વારા પાટડી પંથકને તાવ, ઝાડા-ઉલ્ટી અને મેલેરિયા સહિતના રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવેશ કરેલો છે ત્યારે સમય જતા 60 બેડની આ હોસ્પિટલમાં હાલમાં માત્ર 30 બેડની જ સુવિધા છે વધુમાં પાટડીના નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ મૌલેશભાઈ પરીખ દ્વારા એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની લેખિત રજૂઆતમા જણાવ્યું હતું કે, ગાયનેક ડોક્ટરની સુવિધા ન હોવાથી દર્દીઓને વિરમગામ કે સુરેન્દ્રનગર હોસ્પિટલમા રિફર કરવામાં આવે છે આથી પાટડી ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવે તો પાટડી તેમજ તાલુકાની જનતાને આરોગ્યની સારી અને તમામ સુવિધાઓ ઘર આંગણે મળી રહેશે આથી દસાડાના ધારાસભ્ય પી કે પરમાર, દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ સહિતના ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને નાણામંત્રીને કરેલી લેખિત રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા 100 બેડની સુવિધાથી સજ્જ પાટડી સરકારી હોસ્પિટલને પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા રૂ. 25 કરોડ મંજૂર કરાયા હતા.