કાલોલ શહેરના પઠાણ મોહંમદ ઝૈદ એ સાત વર્ષની નાની ઉંમરે રોઝો રાખી ખુદાની ઇબાદત કરી.
તારીખ ૦૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી રહ્યા છે અને મસ્જીદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ દરમિયાન વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી ખાવા પીવાનું બંધ કરીને સાંજના પોણા સાત વાગ્યા પછી ખાઈ પી શકાય છે આમ ૧૩:૦૦ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનો એટલે એ રોઝો મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવ્યા છે કે નાના-નાના બાળકો પણ આખા દિવસનો રોઝો રાખે છે હાલમાં કાલોલ કસ્બા વિસ્તારમાં જુબેરખાન પઠાણ નો છોકરો ધગધગતા તડકામાં તેર કલાક પછી રોજો રાખીને ખુદા બંદગી કરી ઇમાન નું સબૂત પેશ કર્યું હતું ત્યારે મોહંમદ ઝૈદે વહેલી સવારથી શહરી કરીને છેક સાંજ સુધીમાં ઈફ્તાર કર્યા બાદ ખાધું પીધું હતું અને આમ ખૂબ નાની ઉંમરે ખુદાને રાજી કરવા આખું રોઝુ રાખ્યું હતું ત્યારે જુબેરખાન પઠાણે પોતાના સાત વર્ષના છોકરાને શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.