વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૯ ઓક્ટોબર : ભચાઉ તાલુકાના મનફરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ચોબારી ગામે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોબાઇલ ટીબી સી 19 એક્સ-રે વાનની મુલાકાત સાથે 58 વનરેબલ તથા શંકાસ્પદ દર્દીઓના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી અન્ય આરોગ્ય ચકાસણીઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ– જેમ કે મેડિકલ ઓફિસર, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર , તાલુકા હેલ્થ સુપરવાઈઝર,પી. એચ.સી. સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર , મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, અને આશા બહેન નો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો.આ પ્રકારના આયોજનથી ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીના ડિટેક્શન અને નાબૂદી તરફ સકારાત્મક પગલા ભરાઈ રહ્યા છે.”ટીબી હારેગા – દેશ જીતેગા!” “સૌ સાથે મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત”