પાવાગઢ:આસો નવરાત્રિના એક દિવસ પેહલા યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું માનવ મહેરામણ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૧૦.૨૦૨૪
શક્તિપીઠ પાવાગઢ ના ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને આજે મંગળવારનાં રોજ શ્રદ્ધાળુઓ નું માનવ મહેરામણ ઉમટ્યું હતું. આસો નવરાત્રી શરૂ થવાને એક દિવસ બાકી છે ત્યારે આજે વહેલી સવાર થી યાત્રાધામ પાવાગઢ માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે માઇભક્તો માતાજીના મંદિરે પહોંચતા મંદિર પરિસર માતાજીના જયઘોષ થી ગુંજી ઉઠ્યું હતું.નવરાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા આવે તેવી સંભાવનાઓ ને લઈ શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ના દર્શન માં ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પણ નવરાત્રી દરમ્યાન અત્રે આવનારા શ્રદ્ધાળુઓ ની સુવિધા માટે જરૂરી સૂચનો તાલુકા વહીવટી તંત્ર ને કરવામાં આવ્યા છે. આજે નવરાત્રી ને એક દિવસ પહેલા એક લાખ થી વધુ શ્રાધ્ધળુઓ એ માતાજીના દર્શન કર્યા હતા. મંદિર ના પગથિયાં ઉપર શ્રાદ્ધધુઓ ની ભારે ભીડ જોવા મળી હતી.તંત્ર દ્વારા રેવાપથ ઉપર યાત્રાળુઓ ની સલામત અવર જવર થઈ શકે તેવી વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરાવડાવે તે આવશ્યક છે.