GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં મનરેગા યોજનાના કામો અંગે જિલ્લા તંત્રને કરેલી રજૂઆત પાયા વિહોણી:સ્થાનિક સરપંચ

 

તારીખ ૧૮/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સ્થાનિક એક નાગરિકે તંત્રને પંચાયતની કામગીરી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતા મહિલા સરપંચ- ડેપ્યુટી સરપંચ સહિત મહિલા બોડીને બદનામ કરવા માટેનું ષડયંત્ર હોવાનો કર્યો વળતો પ્રહાર 

કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયત‌માં સ્થાનિક એક અરજદારે મનરેગા યોજનાના કામો અંગે જિલ્લા તંત્રને રજૂઆત કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજુઆત કરતાં સ્થાનિક સરપંચ અને પંચાયતની બોડીમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જે આક્ષેપો અંગે સ્થાનિક મહિલા સરપંચે રજૂઆત સામે મજબૂત કામગીરી દર્શાવીને મહિલા સરપંચને બદનામ કરવા માટેનું ષડયંત્ર હોવાનો કર્યો વળતો પ્રહાર કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ભાદરોલી ગામના સમા રોડ ચોકડીથી દેવપુરા ફળિયા સુધીનો આશરે ત્રણ થી ચાર કીલોમીટર ના માટી મેટલ રસ્તામાં ભાગ,૧,૨,૩માં કામો કર્યા વગર ખોટા બિલો રજુ કરી તેમજ મનરેગાના અધિકારી દ્વરા ખોટા મસ્ટરો ભરીને રૂ. ૧૩ લાખના સરકારી નાણાંની ઉચાપત કરી હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. જે અંગે સ્થાનિક મહિલા સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદાર, ડેપ્યુટી સરપંચ સહિતની પંચાયતની બોડીમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પ્રત્યુત્તરમાં મહિલા સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદાર સહિતના સભ્યોએ એકત્રિત થઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલા સરપંચે જણાવ્યું હતું કે ભાદરોલી ગામથી દેવપુરા ફળિયા સુધીનો ૩ કીમીનો માટી મેટલ રસ્તો વર્ષ ૨૦૨૨-૨૩માં મનરેગા યોજનાની તાંત્રિક વિધિ અનુસાર અલગ અલગ ભાગોમાં તેમજ મનરેગા યોજના આધારિત પ્રમાણિત જીઓ ટેગ સાથેનો અપટુડેટ બનાવ્યો છે, જે આજે પણ ગામલોકો માટે લોકોપયોગી એવો અપટુડેટ જોવા મળે છે, તદ્ઉપરાંત તત્કાલીન સમયે જવાબદાર તંત્રના અધિકારીઓના પૂર્ણ નિરિક્ષણ હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે જેથી ગમે તેવી રજૂઆતો માટે પંચાયતી રાહે સઘન તપાસ કાર્યવાહી આવકાર્ય હોવાનો અને સહકાર આપવાનો સરપંચ અને સભ્યોએ તેમનો ખુલ્લો મત પ્રગટ કર્યો હતો. આમ‌ પંચાયત વિરોધી સ્થાનિક નાગરિકની રજૂઆતો તેમજ આક્ષેપો તદ્દન પાયા વિહોણા સાબિત થતા હોય દરેક એંગલથી સ્થળ તપાસ કરવાનો પડકાર આપ્યો છે. આમ ગ્રામ પંચાયતમાં કામગીરી અંગે પાયા વિહોણા ખોટી રજૂઆતો સામે‌ અમારા મહિલા નેતૃત્વને નબળું પાડવા માટે અથવા તો મહિલા સરપંચ-ડેપ્યુટી સરપંચને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો સરપંચ ભૂમિકાબેન કિરણભાઈ બેલદારે વળતો પ્રહાર કર્યો હતો.સ્થાનિક એક નાગરિકે તાલુકા પંચાયતમાં વધુ એક રજુઆત કરીને મનરેગા યોજના હેઠળના ત્રણ ચેકડેમ અને એક પેવર બ્લોકના સ્થળ અંગે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ આક્ષેપો દર્શાવતા ત્રણેય ચેકડેમોનું કામ પણ સરકારી રાહે અને હાલ સીમમાં ત્રણેય ચેકડેમો જલસંગ્રહ માટે ઉપયોગી જોવા મળે છે. જ્યારે પેવર બ્લોકની કામગીરી હાલ તાંત્રિક વિધિની રાહે પ્રગતિ પર હોય તેના કોઈ નાણાં ઉપાડેલા નહીં હોવાનું સરપંચ અને તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!