
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં પીસી ઍન્ડ પીએનડીટી એક્ટ વર્કશોપ યોજાયો

માન જીલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા,આઇ.એમ.એ પ્રેસિડેન્ટ ડૉ.પદમાબેન પ્રજાપતિ,સિનિયર ડૉકટર જે.બી.સોમપુરા, પોગ્રામ ઓફિસર તમામ,સબ ડીસટ્રીક્ટ એપ્રો. ઓથોરિટી અને તાલુકા આરોગ્ય આરોગ્ય અધિકારી તમામ તથા પીસી ઍન્ડ પીએનડિટી એકટ અંતર્ગત રજીસ્ટ્રેશન ધરાવતા ડૉકટરઓ અને સંલગ્ન સંસ્થાના પ્રતિનિધિ અને કર્મચારીઓ હાજર રહેલ હતા. માન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા pcpndt એક્ટની અમલવારી તથા જોગવાઈઓના ચુસ્ત અમલ માટે તથા માતામરણ બાળમરણ અટકાવવા માટે તમામ હોસ્પિટલ અને ડોક્ટરઓને સહયોગ આપવા અનુરોધ કરેલ માન.ડીસટ્રીક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકાર ડૉ. જયેશ પરમાર દ્વારા પીસી ઍન્ડ પીએનડીટી એક્ટની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ…
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા હાજર તબીબ ઓને માતૃબાળ સેવાઓ સમયસર સારી રીતે આપવા,મલ્ટી હોસ્પિટલ રેફરલ અટકાવવા તથા અતિ જોખમી સગર્ભામાતાઓની પ્રસૂતિ જિલ્લા કક્ષાની કે મેડિકલ કોલેજ સંલગ્ન સુવિધા સંપન્ન હોસ્પિટલો ખાતે કરાવવા તથા આ યોજના વિશે માહિતગાર કરી તેનો અમલ કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું આ વર્કશોપમાં મોટી સંખ્યામાં જિલ્લાના ડૉકટર અને હોસ્પિટલ સંલગ્ન સ્ટાફ હાજર રહેલ…





