BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નવરાત્રી પર્વ માટે નબીપુર પોલીસ સ્ટેશન મા શાંતિ સમિતિની બેઠક યોજાઇ, હદમાં આવતા તમામ ગામોના સરપંચો સહિત આગેવાનો હાજર રહ્યા.

સમીર પટેલ, ભરુચ

આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. તે ટાણે શાંતિ ના દહોળાય તે હેતુ સર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એમ.કે.પરમાર ની અધ્યક્ષતા મા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. જે નબીપુર પોલીસ સ્ટેશન ની હદમાં આવતા તમામ ૩૩ ગામોના સરપંચો અને ગામના આગેવાનો ની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં પી. આઈ. એ ગામનું વાતાવરણ દહોણાઈ નહીં અને તહેવાર શાંતિમય વાતાવરણ મા ઉજવાય તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. ઉપસ્થિતો એ એકી અવાજે શાંતિ ના દહોણાય તેની ખાત્રી આપી હતી. નબીપુરના પી.આઈ. એ સર્વનો હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!