DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રાના ચુલી ગામ પાસે પીપળાના રસ્તે અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન

તા.25/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા હળવદ બાયપાસ ઉપર આવેલા ચુલી ગામ પાસેના પીપળા જવાના રસ્તે અંડર ગ્રાઉન્ડ ફાટકમાં જમીનમાંથી પાણી આવતા વારંવાર પાણી ભરાતું હોવાથી લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ અંગે રેલવે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી ત્યારે લોકો દ્વારા યોગ્ય કામગીરી થાય તે અંગેની માંગણી ઊઠી છે ધ્રાંગધ્રા હળવદ બાયપાસ ઉપર પીપળા ગામના જવાના રસ્તા ઉપર રેલવે અંડરબ્રિજ છે ત્યારે આ બ્રિજમાંથી પસાર થઈને પીપળા, ગોપાલગઢ, કંકાવટી સહિત અનેક ગામના લોકોને પસાર થવું પડે છે ત્યારે બ્રિજની અંદર વારંવાર પાણી ભરાઈ જતું હોય તેના લીધે વાહન તાલુકા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતું હોવાની રેલવે તંત્રને વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકો પરેશાન થઈ ગયા છે આ અંગે વિસ્તારના મહેશભાઈએ જણાવ્યું કે પીપળા ગામ ગોપાલગઢ સહિત અનેક ગામોના લોકો આ બ્રિજની અંદરથી પસાર થાય છે ત્યારે બ્રિજની અંદર વારંવાર પાણી ભરાયેલું રહે છે તેને લીધે લોકોને ભારે મુશ્કેલી પડે છે રાત્રે અંધારું હોવાથી લોકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે. ત્યારે રેલવે તંત્ર યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી વિસ્તારના લોકોની માંગ છે.

Back to top button
error: Content is protected !!