છ વર્ષીય બાળાના હત્યારા આચાર્યને ફાંસીની સજા અપાવવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર.
તારીખ ૨૯/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકા કોંગ્રેસ દ્વારા અજીતસિંહ ભાટી,સુરેશભાઈ પટેલ, ભૂપેન્દ્ર ખેર, અશોકભાઇ ઉપાધ્યાય, પ્રદિપસિહ પરમાર, કાજલ પરમાર, કિરણભાઇ પરમાર ગજેન્દ્ર ઠાકોર, અલ્પેશ ઠાકોર દ્વારા કાલોલ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળાને દુષ્કર્મ કરવાના ઇરાદે શાળાના આચાર્ય દ્વારા ગળું દબાવી શ્વાસ રૂંધી નાખી જધન્ય હત્યા કરવામાં આવી છે અને આ બનાવે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. નાના બાળકો મહિલાઓ સામે દિન પ્રતિદિન ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજરાત સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તદ્દન નિષ્ફળ રહી છે. આ બાળાના પરિવારને સાચા અર્થમાં ન્યાય મળે અને હત્યારા ગોવિંદ નટ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કામ ચલાવી ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે.