GUJARATWANKANER

PGVCL રૂરલ-૧ નાયબ ઈજનેર RTI અરજીનો જવાબ ન આપતા ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા

મહીકાના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ RTI નો જવાબ ન આપતા નાયબ ઈજનેર ભુવા

વાંકાનેર:રૂરલ -૧ PGVCL કચેરી હાલના સમયમાં ગ્રાહકો માટે માથાનો દુ:ખાવા સમાન છે. કચેરીમાં ધમધડા વગરનો વહીવટ ચલાવતા નાયબ ઈજનેર ભુવા વધુ એક પુરાવો સામે આવ્યો છે. લોક ચર્ચા મુજબ PGVCL રૂરલ-૧ કચેરી એટલે ભ્રષ્ટાચાર નું ઘર કહેવામાં આવે છે પરંતુ આ લોક ચર્ચા આજે સાર્થક થવા જઈ રહી હોઈ તેવું લાગી રહ્યું છે.

મહીકા ગામના જાગૃત નાગરિક વિજયભાઈ ચાવડા દ્વારા PGVCL કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ મુજબ એક અરજી કરવામાં આવી હતી.નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ RTI અંતર્ગત અરજી કરે તો 30 દિવસની અંદર માહિતી આપવાની જોગવાઈ છે. જો અધિકારી જાણી જોઈને માહિતી ન આપે અથવા ખોટી માહિતી આપે તો IPC કલમ 166 અને ખોટી માહિતી આપવા બદલ છેતરપિંડી, ઠગાઈ કરવા બદલ પોલીસ ફરિયાદ થઈ શકે છે.

હાલમાં વિજયભાઈ ચાવડા દ્વારા પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલ.છે. પરંતુ ભવિષ્ય PGVCL રૂરલ ૧ ના અધિકારી વિરુદ્ધ જાણી જોઈને ગેરવર્તુણુંકતેમજ હોદ્દાનો દુરુપયોગ કરી જાણી જોઈને માહિતી આપવામાં મોડું કરવા બદલ કાર્યપાલક ઈજનેર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ આવનાર સમયમાં જોવાનું રહ્યું!

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!