BANASKANTHAGUJARATKANKREJ

ઈન્દ્રમાણા ખાતે શ્રી બ્રહ્માણી, ખોડિયાર,સિકોતર માતાજી અને ગોગા મહારાજ ના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ..

ઓગડ તાલુકાના ઈન્દ્રમાણા ગામનો વસવાટ થયો ત્યારથી તેરવાડીયા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજીની

ઈન્દ્રમાણા ખાતે શ્રી બ્રહ્માણી, ખોડિયાર,સિકોતર માતાજી અને ગોગા મહારાજ ના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ..

ઓગડ તાલુકાના ઈન્દ્રમાણા ગામનો વસવાટ થયો ત્યારથી તેરવાડીયા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરવામા આવેલ.વખત જતા નાનું મઢ બનાવેલ નાના મઢ માંથી પરિવારના સહયોગથી તાજેતરમાં મોટુ મંદિર બનાવી કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજી, શ્રી ખોડિયાર માતાજી, શ્રી સિકોતર માતાજી અને શ્રી ગોગા મહારાજ સહીતના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ સંવત ૨૦૮૨ ના વૈશાખસુદ આઠમ ને શુક્રવાર ૨૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ.તેજાભાઈ મગાભાઈ પરિવારના મુખ્ય યજમાનપદે,પ્રથમ પાટલા નાગજીભાઈ વીરચંદભાઈ જોટાડા,દ્વિતીય પાટલા ભેમાભાઈ તથા તેજાભાઈ જોટાડા,ત્રીજા પાટલા સ્વ. જીવાભાઈ કમાભાઈ પરિવાર, ચોથા પાટલા કૈલાશભાઈ વીરભાણભાઈના યજમાન પદે શાસ્ત્રી વિજયભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ બાદ સ્વ.પાંચાભાઈ મેઠાભાઈ પરિવાર દ્વારા મંદિરના પ્રથમ દ્વાર ખોલી બપોરે ૧૨.૩૯ કલાકે સરપંચ ભીખીબેન રમેશભાઈ, ભુવાજી ગોરધનભાઈ ઝોટાડા, સંતશ્રી પ્રજાપતિ ભેમારામ મહારાજ,કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ રમેશભાઈ જામાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં સંખનાદ સાથે ગોરધનભાઈ રામાભાઈ પરિવાર ના હસ્તે શ્રી બ્રહ્માણી માતાજી ના ફોટો,ભીખીબેન રમેશભાઈના હસ્તે શ્રી ખોડિયાર માતાજી ના ફોટા,સ્વ.જીવાભાઈ કમાભાઈ પરિવારના હસ્તે શ્રીગોગા મહારાજના ફોટા,સ્વ.મેવાભાઈ રામાભાઈ જોટાડા પરિવારના હસ્તે શ્રી સિકોતર માતાજીના ફોટા,નારણભાઈ તથા તેજાભાઈ થરાના હસ્તે શ્રી ગણપતિની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલ.મનુભાઈ બાવાભાઈ થરા ના હસ્તે માતાજીને ધજા ચડાવેલ.પ્રથમ આરતી નાના તેજાભાઈ મગાભાઈ પરિવારના હસ્તે ઉતારવામાં આવેલ. પ્રથમ રાજભોગ સ્વ.ચંપાબેન ઈશ્વરલાલ પરિવાર દ્વારા ધરાવવામાં આવેલ.પ્રથમ દિવસે સવારે સ્વ.હેમાભાઈ હીરાભાઈ જોટાડા,સાંજે સ્વ.બાબુભાઈ અજમલભાઈ પરિવાર થરા અને દ્વિતીય દિવસે બપોરે ગંગાસ્વરૂપ ગોમતીબેન જેસુંગભાઈ જોટાડા હાલ પાટણ પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવેલ પત્રિકાના દાતાનો લાભ સ્વ.ઈશ્વરલાલ લક્ષ્મીચંદ પરિવાર થરાએ લીધેલ.શાબ્દિક શબ્દો દ્વારા રમેશભાઈ એ મહેમાનોને આવકાર્યા હતા.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે અત્યારે દેવોનો પોરો ચાલે છે એટલે અંધશ્રદ્ધા થી પર રહી માતાજીની સેવા અર્ચના કરી વહેપાર ધંધામાં ધ્યાન રાખી બાળકોને શિક્ષણનું ભાથું આપવા જણાવ્યું હતું.પધારનાર સંતો-મહંતો,સામાજિક-રાજકીય આગેવાનો,આમંત્રિત મહેમાનો,પ્રતિષ્ઠામાં પ્રથમ પગાર અર્પણ કરનાર ઈન્દ્રમાણા ગામ ની અને ગુજરાત પોલીસમાં સેવા આપતી કુ.પ્રજાપતિ પૂજાબેન વતી નાથાભાઈ,ક્રિકેટર કુ.પ્રજાપતિ અંજલીબેન પ્રકાશભાઈ,CA માં અથાગ પરિશ્રમ કરનાર નૈતિક દિનેશભાઈ ઝોટાડા,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ થરા ને શાલ ના દાતા સ્વ.ચેલાભાઈ મેઠાભાઈ પરિવાર ના લાલાભાઈ તથા સંજયભાઈ શાલ ઓઢાડી સન્માન કરેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર અશોકભાઈ બારોટે કરેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!