વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના પીપલઘોડી ગામ ખાતે રહેતા યુવકને ઈન્સ્ટાગ્રામના મારફતે એક લિંક મળી હતી.જેમાં લિંક ક્લિક કરતા યુવકને શેર માર્કેટમાં રોકાણ કરી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી.ત્યારે આ યુવક લોભામણી લાલચમાં ફસાઈ ગયો હતો અને ઑનલાઇન 91 હજાર રૂપિયા ગુમાવ્યા હતા.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીપલઘોડી ગામ ખાતે રહેતો 26 વર્ષીય વિનીત શિવદાસભાઈ ચૌધરીએ ઇન્ટાગ્રામ ઉપર વર્કફ્રોમ હોમ નામની લીંક ઓપન કરતા તેના ટેલીગ્રામ ઉપર Sujata sharad નામની આઇ.ડી. ઉપરથી લીંક મોકલવામાં આવી હતી.જેમાં યુવકને રૂપિયા શેર માર્કેટમા રોકણ કરી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી.ત્યારે આ યુવક લોભામણી લાલચમાં આવી ગયો હતો.જે બાદ આ યુવક પાસેથી Sujata sharad Janardan નામના વ્યકિતએ SVIP ટેલીગ્રામના ગૃપમાં આ યુવકને જોઈન્ટ કર્યો હતો.અને પછી અલગ અલગ UPI આઈ. ડી. તથા સ્કેનર મોકલી યુવક પાસેથી યુ.પી.આઇ. મારફતે ઑનલાઇન રૂ.૯૧,૦૦૦/- ફોન પે થી ટ્રાન્સફર કરાવ્યા હતા.તેમજ Janardan નામના વ્યક્તિએ મોકલેલી લીંકમા બીટકોઇન ઓપ્શન પસંદ કરાવી છેતરપીંડી કરી હતી.તેમજ યુવકને ૯૧ હજાર પણ પરત કરવામાં આવ્યા ન હતા. ત્યારે અહીં યુવક સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..