
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ 
ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.આઈ. આર.એસ.પટેલનાં અધ્યક્ષ સ્થાને સર્વ ધર્મની બેઠક યોજવામાં આવી હતી.તેમજ તહેવારોની રમઝટ વચ્ચે ભાઈચારો બની રહે તે માટેના સૂચનો પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે વિવિધ સંપ્રદાયના ધર્મના આગેવાનો આ મિટિંગમાં હાજર રહ્યા હતા.ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક હદ વિસ્તારમાં લાગુ ગામડાઓમાં આગામી તહેવારો નિમિત્તે કોઈ અનિચ્છિત બનાવ ન બને અને દરેક ધર્મના લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના તહેવારો ઉજવી શકે તે માટે સાપુતારા પોલીસ દ્વારા સર્વ ધર્મ બેઠકનું આયોજન કરવામા આવ્યું હતુ.સાપુતારા પોલીસ મથકના પી.આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ગામડાઓના હિંદુ, ખ્રિસ્તી અને વિવિધ પંથનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સૌએ સંકલ્પ લીધો કે તેઓ પોતાના સમાજમાં શાંતિ અને સહિષ્ણુતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેશે.સાપુતારા પોલીસે આ બેઠક દ્વારા સમાજમાં ભાઈચારો વધારવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંદેશો આપ્યો છે.ત્યારે આ બેઠકથી સાપુતારા વિસ્તારમાં આગામી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાશે તેવી આશા સેવાઈ રહી છે..




