GUJARAT

જે.બી મોદી પાર્ક નજીક આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વૃક્ષા રોપણનું આયોજન કરાયું હતું

સમીર પટેલ, ભરૂચ

શહેરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 અંતર્ગત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજ રોજ જે.બી મોદી પાર્ક નજીક આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વૃક્ષા રોપણનું આયોજન કરાયું હતું. જેમાં પાલિકા પ્રમુખ, ધારાસભ્ય સહિતના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલતાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 જનજાગૃતિ અભિયાન હેઠળ નાગરિકોને ઘરમાંથી નીકળતા કચરાનું ચાર પ્રકારમાં વિભાજન કરવા, કચરો ખુલ્લામાં ન ફેંકવા તેમજ કચરો ન સળગાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.પાલિકા દ્વારા નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ માહિતીપ્રદ બેનરો અને સૂચના ફલકો સ્થાપિત કરી લોકોને સુકો કચરો,ભીનો (બાયોડિગ્રેડેબલ) કચરો, ઘરેલુ જોખમી કચરો અને સેનિટરી કચરાનું અલગ-અલગ સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી છે.અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કચરાના યોગ્ય નિકાલ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને શહેરની સ્વચ્છતા જાળવવાનો છે.

જેના ઉપલક્ષમાં આજ રોજ જે.બી મોદી પાર્ક નજીક આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વૃક્ષા રોપણનું આયોજન કરાયું હતું.જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી વૃક્ષા રોપણનું કર્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોએ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચરાનું સ્ત્રોત પર જ વિભાજન કરવાથી રિસાયક્લિંગ પ્રક્રિયાને વેગ મળશે,લેન્ડફિલ પરનો ભાર ઘટશે અને સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશોને પણ બળ મળશે.નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બની સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે વૃક્ષા રોપણ સહિતના કાર્યક્રમો કરીને ભરૂચ નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!