GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટનું એકત્રીકરણ કરી જરુરી સાફસફાઈ કરવામાં આવી

તા.27/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનના ભાગરુપે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટનું એકત્રીકરણ કરી, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો આ સાથે જરુરી સાફસફાઈ પણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૫ નિમિત્તે તા.૫ જૂન સુધી “Ending Plastic Pollution Globally” થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!