GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ ને મોબાઈલ ફોન થી ધમકી આપનાર ચાર ગુંડા તત્વોને પકડી પોલીસે દોરડે બાંધી વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું.

 

તારીખ ૨૭/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

રવિવારે સાંજે પોલીસને બાતમી મળી કે અનિલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની કોઈ ગુનો કરવાની પેરવીમાં છે અને ડેરોલ સ્ટેશન ના નાળા પાસે ગુસ્સામાં ફરી રહ્યો છે જે આધારે પોલીસે અનિલકુમાર ઉર્ફે અન્નો ને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી કોઈ ગુનો ન કરવા સૂચના આપી મોકલી આપેલ હતો ત્યારબાદ કાલોલ પોલીસ ના પેટ્રોલિંગ દરમ્યાન રાતે ૧૦ કલાકે કાલોલ ના સિનિયર પીઆઇ આર.ડી ભરવાડ ના મોબાઈલ પર ત્રણ મિસ કોલ આવ્યા હતા અને ત્યારબાદ કૃષિ કેન્દ્ર પાસે ગાડી ઉભી રાખી પીઆઇ દ્વારા ફોન સ્પીકર પર રાખી સામે થી ફોન કરતા,” હું અન્નો અનિલકુમાર શિવકુમાર સોની બોલુ છુ તુ પીઆઇ આરડી ભરવાડ બોલે ” તેમ જણાવતા પીઆઇ એ જણાવ્યુ કે હા હું બોલું છું ત્યારે સામેથી જણાવ્યું કે હું કાલોલનો મોટો ગુનેગાર છુ અને મારી સાથે આખી ગેંગ છે જેમાં ભાવિકભાઈ મહેન્દ્રભાઈ ગાંધી તથા રાકેશ રામચંદ્ર ગીરી અને હેમરાજસિંહ કિરણસિંહ સોલંકી છીએ અને અને કાલોલ તથા ડેરોલ વિસ્તારમાં ધાક જમાઈએ છીએ અને કોઇપણ છોકરીઓ રસ્તે જતી હોય તો તેની ઉપર ગેંગ રેપ કરી ઉતર પ્રદેશ બાજુ જતા રહીશું અને હાથમાં નહી આવીએ તારે નોકરીમાંથી હાથ ધોવા પડશે અને જરૂર પડ્યે એક બે પોલીસને પણ પાડી દઇશું એમ કહી લે મારા બીજા સાથીદાર ભાવિક સાથે વાત કર તેમ કહી તેને ફોન આપેલ તો ભાવિકે કહ્યું કે અન્નો જેટલો મોટો ગુનેગાર છે તેનાથી પણ વધારે ખતરનાક માણસ હુ છું અમારાથી સાચવીને રહેજે એમ કહી મારી ગેંગના રાકેશગીરી ને ફોન આપુ છું તેની સાથે વાત કર તેમ કહી ફોન આપતા તેણે પણ કહ્યું કે હું યુપી ની ગેંગ મા કામ કરતો હતો અમે હાલ હથિયારો સાથે ફરીએ છીએ પોલીસથી જે થાય તે ઉખાડી લેજે અને અમારાથી પોલીસ ને બચાવીને રાખજે લે હેમરાજ સાથે વાત કર તેમ કહી હેમરાજને ફોન આપતા તેણે પણ ધમકી આપતા અમે કોઈનો પણ બળાત્કાર કરી યુ. પી જતા રહીશું હાથમાં આવીશું નહી તું શોધતો રહી જઈશ હાલ અમે ફુલ દારૂ પીને હથિયારો સાથે તૈયાર છીએ હિંમત હોય તો આવી જજે એમ કહી ગાળો બોલી હતી જે બાદ કાલોલ પોલીસ સ્ટાફ એકશન મા આવતા ગતરોજ ચારેવ ઈસમોને નશો કરેલ હાલતમાં પકડી પાડેલ તેઓ ઉપર પ્રોહીબિસન એક્ટ હેઠળ અલગ અલગ ગુનો દાખલ કરી સોમવારે મોડી સાંજે કાલોલ તેમજ ડેરોલ વિસ્તારમાં તેઓનો દોરડે બાંધીને વરઘોડો કાઢ્યો હતો ત્યારે પોલીસને ખુલ્લી ધમકીઓ આપતા ચારેવ દાદાઓ બન્ને હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા ચારેવ ઈસમો હવેથી ખોટું કામ નહીં કરીએ દાદાગીરી નહી કરીએ કોઈને હેરાન નહી કરીએ તેવી જાહેર જનતા સમક્ષ માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. લુખ્ખા ગીરી કરતા અને પોલીસને ધમકી આપતા દાદાઓ ને પોલીસે યોગ્ય નશ્યત કરતા લોકટોળા ઉમટ્યા હતા.

Back to top button
error: Content is protected !!