DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા પોલીસની નજર ચૂકવી ભાગેલો પોક્શોના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડી ફરી જેલના હવાલે કરાયો

તા.૧૧.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Bariya:દેવગઢ બારીયા પોલીસની નજર ચૂકવી ભાગેલો પોક્શોના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડી ફરી જેલના હવાલે કરાયો

​”દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર એક કેદીની ભાગવાની કોશિશ આખરે નિષ્ફળ નીવડી છે. દેવગઢ બારીયાની સબ જેલમાંથી સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલો દુષ્કર્મનો આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો.લીમખેડા તાલુકાના હાથીયાવન ગામનો મનોજ ભરત કટારા, જેને વર્ષ 2025માં એક સગીરા પર જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુના હેઠળ જેલમાં હતો. પોક્સો એક્ટ હેઠળ સજા કાપી રહેલા આ કાચા કામના કેદીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.અને હોસ્પિટલમાં સારવારની પ્રક્રિયા ચાલતી હતી, પોલીસ એસ્કોર્ટની ટીમ સાથે હતી. પણ શાતિર મનોજ કટારા તકની શોધમાં હતો. જેવી પોલીસની નજર થોડી પણ ચૂકી, કે તરત જ મનોજ કટારા ત્યાંથી પલાયન થઈ ગયો હતો જેલ જાપતામાંથી કેદી નાસી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ.હતી અને વાયુવેગે સમાચાર ફેલાયા અને આખા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી.દાહોદ જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો મેદાને ઉતરી. બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા.અને દાહોદ પોલીસને સચોટ બાતમી મળી કે ફરાર થયેલો મનોજ કટારા પોતાના ઘરે હાથીયાવન પહોંચ્યો છે. મોડું કર્યા વગર પોલીસે તેનો ઘેરો ઘાલ્યો અને પોલીસ જાપ્તામાથી ભાગવાની હિંમત કરનાર આ પોક્સોના આરોપીને દબોચી લીધો.

​”મનોજ કટારા સામે દુષ્કર્મનો ગુનો તો હતો જ, પણ હવે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા બદલ વધુ એક નવો ગુનો નોંધાયો છે. હાલ આ આરોપીને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!