GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં વૃદ્ધાની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી હડપવાનો પ્રયાસ,7 શખ્સો સામે પોલીસ મથકે ગુનો નોંધાયો.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૯.૮.૨૦૨૬

હાલોલ મામલતદાર કચેરી સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વૃદ્ધ મહિલાની માલિકીની ખેતીની જમીનનો ગેરકાયદેસર અને બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમા કુલ 7 શખ્સો વિરુદ્ધ કાવતરું રચી છેતરપિંડી આચરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગોધરા ખાતે રહેતા અને મૂળ મેડીગામના ૬૦ વર્ષીય શારદાબેન રમેશચન્દ્ર પરમારે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મોજે મઘાસર ગામમાં આવેલી સર્વે નંબર ૧૭ વાળી ખેતીની જમીન તેમણે વર્ષ ૨૦૦૫માં કાયદેસર રીતે રજિસ્ટર્ડ દસ્તાવેજ થી ખરીદી હતી અને ત્યારથી તેઓ જ તેના સ્વતંત્ર માલિક છે.માર્ચ ૨૦૨૬માં જય નામની એક વ્યક્તિએ ફરિયાદીના પુત્ર ઉમેશનો સંપર્ક કરી દાવો કર્યો હતો કે, મઘાસરના રાઠોડ દિલિપભાઈ રમેશભાઈએ શારદાબેનને પોતાની માતા બતાવીને આ જમીનનો બાનાખત કરી આપ્યો છે. તે સમયે બાનાખતમાં શારદાબેનની જગ્યાએ અન્ય કોઈ મહિલાનો ફોટો હતો.ત્યારબાદ, ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ફરિયાદીના પરિવારે જમીનના ૭/૧૨ના ઉતારા કઢાવતા જાણવા મળ્યું હતું કે જમીનના માલિકી હક્કમાં શારદાબેનના નામને બદલે અન્ય ત્રણ ખરીદદારોના નામ દાખલ થઈ ગયા હતા.બીજી મહિલાનો અંગૂઠો મારી બોગસ દસ્તાવેજ બનાવ્યોતપાસ કરતા સામે આવ્યું કે ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ફરિયાદી શારદાબેનની જગ્યાએ આરોપી દિલિપ રાઠોડે પોતાની દાદી અમરતબેન રાઠોડને ઊભા રાખી, તેમનો અંગૂઠો મારીને અને બોગસ ઓળખ ઊભી કરીને બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી લીધો હતો. શારદાબેન ભણેલા હોવાથી સહી કરે છે, જ્યારે આ દસ્તાવેજમાં ખોટો અંગૂઠો મારવામાં આવ્યો હતો તથા કોઈ પણ આઈ.ડી. પ્રૂફ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા.પોલીસે ફરિયાદી શારદાબેનની વિધિવત ફરિયાદના આધારે પોલીસે ૧.દિલિપભાઈ રમેશભાઈ રાઠોડ (રહે. મઘાસર, તા. હાલોલ,૨. અમરતબેન ગણપતસિંહ રાઠોડ (રહે. મઘાસર, તા. હાલોલ,૩. જયંતીભાઈ ચંદુભાઈ પરમાર (ઓળખ આપનાર – રહે. મઘાસર, તા. કાલોલ,૪. હિરેનકુમાર નરવતસિંહ પરમાર (ઓળખ આપનાર – રહે. વરીયા કોલોની, હાલોલ,૫. રાકેશભાઈ નારણભાઈ પરમાર (દસ્તાવેજમાં ખરીદનાર – રહે. ખંડોળી, તા. કાલોલ,૬. વિરલકુમાર ધીરૂભાઈ દેત્રુજા (દસ્તાવેજમાં ખરીદનાર – રહે. વાઘોડિયા રોડ, વડોદરા,૭. સુરેશભાઈ ચન્દ્રસિંહ સોલંકી (દસ્તાવેજમાં ખરીદનાર – રહે. મંગલમૂર્તી બંગ્લોઝ, હાલોલ નાઓ સામે વિવિધ કલમો હેઠળ કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!