AHAVADANGGUJARAT

સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારનો લેખિત પરિપત્ર બતાવી,આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે રદ થયેલ હોવાનું જાહેર કર્યું..

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં લોકોએ રાહત અનુભવી વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ અને રાજય તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો..                

વલસાડ-ડાંગના લોકસભા સાંસદ અને દંડક ધવલભાઈ પટેલે તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતુ.આ પરિષદમાં તેમણે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા લેખિતમાં જાહેર કરવામાં આવેલો પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો/હતો,જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે.આ સાથે જ, તેમણે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને કોંગ્રેસ પર આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો.સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયનો પત્ર જાહેર કરતાની સાથે જ તેમના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર સાથે દોડી ગયા હતા.અહી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યુ હતુ.આ પ્રસંગે વલસાડ ડાંગનાં સાંસદે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીઓમાં શિલ્પેશભાઈ દેસાઈ અને કમલેશભાઈ પટેલ, તેમજ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ અને ખાસ કરીને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ધરમપુર,વાંસદા અને ડાંગની ભોળી આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે વર્ષ ૨૦૧૭નો જૂનો DPR (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) બતાવીને કોંગ્રેસ આદિવાસીઓને ભ્રમિત કરી રહી છે, જ્યારે સરકારે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં જ આ પ્રોજેક્ટને પડતો મૂકવાની જાહેરાત કરી દીધી હતી. હવે કેન્દ્ર સરકારે પણ લેખિતમાં આ પ્રોજેક્ટ રદ કરી દીધો છે.પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુજરાત સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૨૨માં આ પ્રોજેક્ટને સ્થગિત રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો, તેના પર ગુજરાત સરકાર આજે પણ અડગ છે. તેમણે વિપક્ષ પર આ મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો.મંત્રી ઋષિકેશ પટેલે પ્રોજેક્ટનો ઇતિહાસ જણાવતા કહ્યું કે, આ પ્રોજેક્ટનો વિચાર સૌ પ્રથમ વર્ષ ૧૯૮૦માં તત્કાલીન સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન સ્વ. મનમોહન સિંહ દ્વારા તેને ફરી રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં તેનો DPR તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, આ પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજમાં ઊભો થયેલો વિરોધ જોતા, વર્ષ ૨૦૨૨માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા આ પ્રોજેક્ટને સ્થગિત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.આમ, કેન્દ્ર સરકાર દ્વારા લેખિતમાં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત અને રાજ્ય સરકારના મક્કમ વલણ બાદ આ પ્રોજેક્ટને લઈને ચાલતા વિવાદનો અંત આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.ત્યારે  વલસાડ ડાંગનાં સાંસદની સ્પષ્ટતાથી ડાંગવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે..

Back to top button
error: Content is protected !!