GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટર વોર અભિયાન.

⇐મહીસાગર

મહીસાગર જિલ્લામાં યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટર વોર અભિયાન.

લુણાવાડા, તા. 05 ઓગસ્ટ 2026

મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાહિલ પરમારના નેતૃત્વ હેઠળ આજે સમગ્ર જિલ્લામાં પોસ્ટર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ લુણાવાડા શહેરના વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો.

અભિયાન દરમિયાન વડાપ્રધાનના જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા પોસ્ટરોની બાજુમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ અભિયાનનો હેતુ યુવાનોના અવાજને દબાવવાના પ્રયાસો સામે લોકજાગૃતિ લાવવાનો છે.

મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાહિલ પરમારએ જણાવ્યું હતું કે યુવાનોના હક્ક, લોકશાહી મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે યુથ કોંગ્રેસ સતત સંઘર્ષ કરતી રહેશે. અન્યાય સામે મૌન નહીં પરંતુ લોકશાહી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવશે.

આ પોસ્ટર અભિયાનમાં મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓના યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

✍️ રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

Back to top button
error: Content is protected !!