MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કીલ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કીલ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું

 

કૌશલ્યોત્સવ એ ગુજરાત રાજયના સમગ્ર શિક્ષા હેઠળની વોકેશનલ શાળાના વિદ્યાર્થીઓ માટેની પહેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને સાકાર કરવા તથા રાજ્યના યુવાનોને તેમની પ્રતિભા અને કૌશલ્યોને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પુરું પાડે છે.


કૌશલ્યોત્સવએ કોઇ સ્પર્ધા નહિ. પણ દરેક ટ્રેડના વિદ્યાર્થીએ શીખેલ કૌશલ્ય સજ્જતાની ઉજવણી છે.આ સ્પર્ધામાં જિલ્લાની તમામ વોકેશનલ શાળાઓના ધોરણ ૯ થી ૧૨માં વોકેશનલ એજ્યુકેશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ કૌશલ્યોત્સવનું આયોજન કરેલ જેમાંથી વિજેતા થયેલ વિધાર્થીઓને માટે જિલ્લા કક્ષાએ
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સમગ્ર શિક્ષા દ્વારા તા.18/01/2025 ના રોજ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કીલ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 12 શાળાની 17 કૃતિઓ તેમજ 60 બાળકો અને 16 વોકેશનલ ટ્રેનર ભાગ લીધો હતો. આ કોમ્પીટીશનમાં મોડેલ સ્કૂલ હળવદ અપેરલ ટ્રેડમાં વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ દ્વારા પ્રથમ નંબર, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી બ્યુટી એન્ડ વેલનેશ ટ્રેડમાં મોડેલ તથા લાઈવ ડેમો દ્વારા બીજો નંબર તેમજ માધ્યમિક શાળા જૂના દેવળીયા રીટેઈલ ટ્રેડ અંતર્ગત વેન્ડિંગ મશિનના મોડેલ સાથે ત્રીજો નંબર મેળવેલ હતો.

આ તમામ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે.એમ.મોતા સાહેબના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા સમગ્ર શિક્ષાની ટીમએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!