મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રી-મનસૂન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મેંદરડાના વિવિધ વિસ્તારમાં ચોમાસાને લઈને જે જગ્યા ઉપર પાણી ભરાતું હોય વધુ પ્રમાણમાં કાંટાળા વૃક્ષો થયેલ હોય વોકળાઓ તેમજ અવાવરું જગ્યાઓ પર પ્રિ-મોન્સૂન ની કામગીરીના ભાગરૂપે જેસીબી દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી આ પ્રિમોન્સૂન કામગીરીમાં સરપંચ પ્રતિનિધિ શ્રી જે.ડી.ખાવડુ જાતે જ નિરીક્ષણ કરીને પ્રિ મોન્સુન ની કામગીરી કરાવી રહ્યા છે હાલ અત્યારે સામાકાંઠા વિસ્તાર,ઝીંઝુડા રોડ ,નાજાપુર રોડ, કેનાલ રોડ, વાલમ ચોક વિસ્તાર, વડલી ચોક વિસ્તાર જેવા વગેરે વિસ્તારોમાં પ્રિ-મોન્સુન ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે આગામી દિવસોમાં સાત વડલા વિસ્તાર 100 ચોરસ વાર વિસ્તાર માં પ્રીમોનસૂન ની કામગીરી હાથ ધરવામાં આવશે આ તકે સરપંચ પ્રતિનિધિ દ્વારા મેંદરડાના નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે મેંદરડા ના જે જે વિસ્તારમાં પ્રિ મોન્સુન કામગીરીની જરૂરિયાત હોય તે વિસ્તારની મેંદરડા ગ્રામ પંચાયત મા જાણ કરવા જણાવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ