
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૦ ફેબ્રુઆરી : મુંદરા તાલુકાના પ્રાગપર-૧ ખાતે આવેલ સરકારી જમીન પર આશરે ૧૧૧૩ ચો.મી. જમીન પર દબાણકાર ઘ્વારા પાકી હોટલ બનાવી સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ કરવામાં આવેલ.જે અન્વયે મામલતદારશ્રી મુંદરા ઘ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ તળે કેસ ચલાવી દબાણ દુર કરવાનો હુકમ કરવામાં આવેલ.જેના અનુસંઘાને દબાણકારે જાતે બાંઘકામ તોડી પાડી તા.૦૭/૦૨/૨૦૨૫ના રોજ દબાણ હટાવી લઇ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ. જેની અંદાજીત કિંમત ૧૨,૫૩,૨૩૮/- (અંકે બાર લાખ ત્રેપન હજાર બસો આડત્રીસ) થાય છે.



