વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા. ૧૧ ઓક્ટોબર : તાજેતરમાં કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ સ્વૈચ્છિક રાજીનામું આપતા તેમની જગ્યાએ પાટણના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી. ચાવડાને કચ્છ જિલ્લાનો વધારાનો ચાર્જ સોંપાયો હતો. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેમણે પણ ચાર્જ ન સંભાળતા આખરે શિક્ષણ વિભાગ દ્વારા ભુજ તાલુકાની ઢોરી હાઈસ્કૂલના વર્ગ – ૨ ના આચાર્ય પૃથ્વીરાજસિંહ ઝાલાને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ મળતાં તેમણે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. આજે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ ખાતે તેમનું બુકે, શાલ, કચ્છી પાઘડી અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા મહામંત્રી કેરણા આહિર, કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, રામુભા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ધીરજ ઠક્કર, કાન્તિભાઈ સુથાર, યોગેશ જરદોશ, આશિષ રાવલ, પ્રવિણ ભદ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઝાલાએ શિક્ષક સંઘનો આભાર માની કચ્છના છેવાડાના બાળકોના ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે સૌના સહિયારા પ્રયાસો કરવા નેમ વ્યક્ત કરી હતી.