અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા અરવલ્લી ના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા સરાહનીય સમાજ સેવા
માઁ અંબિકા ચંડિકા કાલિકા ધામ કિલ્લા પારનેરા વલસાડ ના વતની હાલ શ્રી. એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના આર એસ એસ ગતિવિધિ કાર્યકર્તા, સમાજ સેવી, દાનવીર, દેવરાજ સમાજ રત્ન, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, કેન્સર પીડિત સેવા સંસ્થા નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા ઉદયપુર, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ ખાતે થી સન્માનિત, વિવિધ સંસ્થાઓમા તિથિ ભોજન દાતા રસાયણ શાસ્ત્રના અનુસ્નાતક કાર્યવાહ મનોજ દ્વારા ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં 0.37/Cr ઓરીજનલ ગ્લુકો. બિસ્કીટ્સ પાર્લેજી તેમજ જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ- વસ્ત્ર સેવા વિવિધ શાળાઓ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે રાજ્ય અને રાજ્ય બહાર કરી રહ્યાં છે.પોતાના વતન ની દેસાઈ મગનલાલ દયાળજી ઘાસવાલા DMDG મ્યુનિસિપલ માતૃ પ્રા.શાળા, હાઈસ્કૂલ વલસાડના વિધાર્થીઓને રોજ બિસ્કીટ્સ મળે તેવું આયોજન કરી સમાજમા ઉમદા કાર્ય કરી રહ્યા છે.