BHARUCHGUJARAT

રિવાઇઝ ભાવનો વાલિયાના 18 ગામના ખેડૂતોમાં વિરોધ; અંકલેશ્વરમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્તોએ આપ્યો આવકાર

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે, આવનારા પ્રોજેક્ટ માટે ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે એવા એંધાણથી વાલીયા તાલુકાના તુણા ગામ ખાતે ખેડૂતોની બેઠક યોજાય હતી. આ બેઠકમાં તૂણા, સોડગામ, વાંદરીયા જબુગામ, વિઠ્ઠલગામ, ઉમરગામ, ભાગા, રાજગઢ શિંગલા, ઇટકલા અને મેરા સહિતના અન્ય ગામના ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમણે સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો. જંત્રીનો પહેલાં નિયત કરેલા ભાવ મળે એ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ તરફ અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભાડભૂત બેરેજ ડાબાકાંઠાના જમીન ગુમાવનાર ખેડૂતો ઉપસ્થિત રહી સરકાર દ્વારા નવા જંત્રીના ભાવ અંગે ચર્ચા કરી હતી. સરકાર દ્વારા જે તે જગ્યાનો સાયન્ટિફીકલી સર્વે કરી જંત્રીના ભાવ રિવાઇઝ કર્યા છે. ભાવ રિવાઇઝ કરતા ધરતીનો તાતના ચહેરા પર હલકું સ્મિત રેલાયું છે. ખાસ કરીને જમીનની કિંમત ધરતીનો તાત આંકી રહ્યો હતો એટલો ભાવ રિવાઇઝ થયો નથી પણ તેના સમક્ષ ભાવ રિવાઇઝ થતાં હવે તેમના ગુંચવાયેલા વળતરના મુદ્દો વહેલી તકે ઉકેલાશે તેવી ફરી આશા બંધાઈ છે.
આ અંગે ભાડભૂત અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના આગેવાન હિરેન ભટ્ટએ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સાયન્ટીફીક રીતે સર્વે કરીને આખા ભરૂચ જિલ્લાનો જે ખરેખર બજાર ભાવ છે તેને ધ્યાને લઈ નવી જંત્રી નક્કી કરવાની તૈયારીરૂપે નવા ભાવ જે નક્કી કરવામા આવ્યા છે એ અમારા ખેડૂત ભાઈઓ દ્વારા જે માગણી હતી તેના કરતાં ઓછા છે, પરંતુ નવા ભાવ પ્રમાણે જો વળતર ચૂકવાય તો ખેડૂતોને આનંદ થશે.

Back to top button
error: Content is protected !!