GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરી ઉપર પ્રશ્ન!સતત બીજા વર્ષે પણ નગરપાલિકા અને બીઆરસી ભવનમાં વરસાદી પાણી ભરાયા

 

તારીખ ૨૪/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદમાં પાણી ની નવી આવક થતા પાલિકા પાસે પાણી ભરાઈ ગયા છે.કાલોલ નગરમાં દર વર્ષની જેમ પ્રિમોન્સૂન કામગીરી આટલા વર્ષો બાદ પણ કાગળ પર જ થાય છે વરસાદની શરૂઆતમાં જ નગરપાલિકાના પગથીયા પાણીમાં ડૂબી ગયા હતા દર વર્ષની જેમ નગરપાલિકામાં પાણી ઘૂસી જતું હોય છે પરંતુ કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો હોય તેવું લાગતું નથી .બીજી તરફ કાલોલ કુમારશાળા અને બીઆરસી ભવન મા પણ વરસાદી પાણી ભરાઈ જતા વિધાર્થીઓ ને શાળામાં જવાનું મુશ્કેલ બન્યું છે.કાલોલ નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે.જોકે વરસાદે વિરામ લેતા પાણી ઓછા થવા પામ્યા છે.કાલોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા ગટર લાઇન ના અધૂરા કામો ના ખાડામાં વરસાદી પાણી ભરાતા અકસ્માત નો ભય પણ વધી ગયો છે.આ બાબતે તંત્ર ગટરો સાફ-સફાઈ અને બાંધકામ યોગ્ય રીતે કરે અને નગરપાલિકામાં અને આજુબાજુ વિસ્તાર માં પાણી ન ભરાય તેવી નગરપાલિકા આજુબાજુ રહેતા રહીશો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહીશો ની માંગ છે.

Back to top button
error: Content is protected !!